સલમાન ખાને પહેરી 20 મિલિયન ડોલરની ઘડિયાળ

સલમાન ખાન અનેક બ્રાન્ડસ સાથે જોડાયેલ છે. સલમાને તાજેતરમાં લક્ઝરી બ્રાન્ડ માટેની ચોઈસને કરોડો રૂપિયાની ઘડિયાળ સાથે શેર કરી હતી. પોતાના કાંડા પર ઘડિયાળ બતાવી રહેલા સલમાનનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ ઘડિયાળની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 167 કરોડ હોવાનું કહેવાય છે.

જાણીતા જ્વેલર જેકોબ અરબો દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. લક્ઝરી વોચ અને જ્વેલરી બ્રાન્ડના સ્થાપક અરબોએ અદભૂત અને અત્યંત કિંમતી ટાઈમપીસ સલમાન ખાનના હાથ પર મૂક્યો હતો. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું મારી બિલિયોનર ઘડિયાળને કોઈને ટ્રાય કરવા દેતો નથી, પરંતુ સલમાન ખાનને તેમાં અપવાદ રાખ્યા છે. પોસ્ટમાં દેખાતી ઘડિયાળ અરબો જ્વેલરી બ્રાન્ડના ‘બિલિયોનર’ કલેક્શનમાં આવે છે.

તેની કિંમત જાણીને જ આશ્ચર્ય થાય તેમ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આ ઘડિયાળમાં 714 હીરા જડેલા છે. આવી ઘડિયાળ ખૂબ ઓછી બનાવવામાં આવી છે, જેથી વિશ્વમાં ખૂબ જ ઓછા-ગણતરીના લોકો પાસે જ તેનું કલેક્શન હોય અને સાચા અર્થમાં તેને બિલિયોનર ચોઈસ તરીકે સ્થાપિત કરી શકાય. વીડિયોના અંતમાં સલમાન ઘડિયાળની બનાવટની પ્રશંસા કરતો જોવા મળે છે.

કેટલાક લોકોનું માનવું છે કે, આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વખતનો છે. લક્ઝરી વોચ મેકર પોતે પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન સલમાન સાથે તેમની મુલાકાત થઈ હતી. સલમાન ખાને આ ઘડિયાળ ખરીદી છે કે, પછી માત્ર થોડા સમય માટે પહેરી હતી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સલમાન પાસે આ ઘડિયાળ હોય તો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, જે ઝેડ, ડેવિડ બેકહેમ જેવા લોકોની સાથે તેનો પણ સમાવેશ થશે, જેમની પાસે અગાઉથી આવી મોંઘરી ઘડિયાળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *